વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને પનૌતી, ખિસ્સાકાતરુ અને અતિ ધનિકો માટે લોન માફી જેવા શબ્દ પ્રયોગ કરવા બદલ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને કારણદર્શક નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને શનિવાર સોંજે ૬ વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
શાસક પક્ષ ભાજપે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આટલા વરિષ્ઠ નેતા સામે આવી અશોભનીય ભાષા વાપરવી યોગ્ય નથી. રાજસ્થાનમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને આ શબ્દો વાપર્યા હતાં.