રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ 'એડી-ચોટી'નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર કરેલા અયોગ્ય શબ્દ પ્રહારોએ વાતાવરણમાં વંટોળ જગાવી દીધો છે. તેમના આ અયોગ્ય શબ્દ પ્રહારો સામે વળતો હુમલો કરતા હોય તેમ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાહુ અને કેતુ સમાન છે.