દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓની યોજાયેલી એક બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને રાહુલ ગાંધીનો ઉધડો લેવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર આ નેતાઓ વચ્ચે ચાલતા મતભેદનો પડઘો દિલ્હી સુધી પહોંચ્યો છે. બન્ને નેતાઓને મતભેદ દૂર કરવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.