ગોધરા સાબરમતી રેલવે હત્યાંકાડના ગુના માં 19 વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ગોધરા એસ.ઓ.જી. બ્રાન્ચે તેના ગોધરા સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો છે. ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુનાનો નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક થોડા દિવસ અગાઉ તેના ઘરે આવીને છૂપાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી. શાખાના તથા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ટીમે તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો.