વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે કે રાફેલે PM મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે ટિકિટ અપાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ એવા સમયે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી રહી છે. PM મોદી બંને મુદ્દાઓ પર મૌન છે.