પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલી સરહદે તણાવ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. જુલાઈ મહીનાના અંતિમ સપ્તાહ દરમિયાન ભારતને ચાર રાફેલ વિમાન મળી જશે. આ વિમાનોને ભારતીય વાયુસેનાના અંબાલા એરબેઝ ખાતે તૈનાત કરવામાં આવશે. સરકારી સૂત્રોના અહેવાલ પ્રમાણે કોરોના મહામારીના કારણે થોડા સપ્તાહનું મોડુ થયું છે પરંતુ હવે જુલાઈમાં વિમાન આવી જશે.
રાફેલના કારણે ભારતની તાકાત વધશે
રાફેલ વિમાનોના કારણે ભારતની હવાઈ યુદ્ધ ક્ષમતામાં વધારો થશે. આ વિમાન દુશ્મનના વિમાનોને 150 કિમીના અંતરથી જ મારી શકે છે. ચીન અને પાકિસ્તાન બંને આટલા અંતરેથી મિસાઈલ લોન્ચ નથી કરી શકતા માટે આ વિમાન ચીન-પાકિસ્તાન સરહદે ખૂબ જ ઉપયોગી બની રહેશે. પહેલા ચાર વિમાનને અંબાલા વાયુસેનાના મથક ખાતે તૈનાત કરવામાં આવશે. આ જગ્યાએ રાફેલ સ્ક્વોડ્રન બનાવવામાં આવી છે.