ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા પાંચ લડાકુ વિમાન રફાલ આવતીકાલે અંબાલા એરબેઝ પર આવી પહોંચવાના છે. ત્યારે આ રફાલ વિમાનને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાલા જાય એવી શક્યતા છે. રફાલ વિમાનોના ભારતમાં આગમન સમયે પીએમ મોદી હાજર રહે તો આ ઘટનાને વ્યાપક પ્રસિધ્ધી મળે. ચીન અને પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધો હાલ તણાવપૂર્ણ છે ત્યારે બંનેને એક કડક મેસેજ આપવા માટે મોદી રફાલની સફર કરે એવી પણ શક્યતા છે. રફાલ વિમાન અંબાલા એરબેઝ પર આવ્યા બાદ ભારતીય ભૂમિ અંબાલા એરબેઝ પરથી રફાલ વિમાન પહેલી ઉડાન ભરશે. ફ્રાન્સથી આવી રહેલા પાંચ રાફેલ ફાઈટર જેટનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચશે. આ પાંચે રાફેલ વિમાન 7 હજાર કિલોમીટરનું અંતર કાપીને પહોંચશે. આ રાફેલ જેટ વિમાનોને અંબાલા ખાતેના ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવાના છે. અંબાલા એર બેઝ હવે રાફેલને આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
અંબાલા એરબેઝના 3 કિ.મી.ના વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરાયો
રફાલ વિમાનોના ભારત આગમનને ધ્યાનમાં રાખીને અંબાલા હવાઇ મથક માટે સુરક્ષા વ્યવસ્થા પણ સખ્ત અને કડક કરવામાં આવી છે. હવે અંબાલા એરબેઝના 3 કિ.મી.ના વિસ્તારને નો ડ્રોન ઝોન પણ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે એરબેઝના ત્રણ કિલોમીટરની અંદર ડ્રોન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જો કોઇ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.