મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સીનિયર નેતા રાદાકૃષ્ણ વિખે પાટિલે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે તેમણે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ હરિભાઉ બાગડેને રાજીનામું સોંપ્યું છે. ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોની માહિતી મુજબ પાટિલને જૂનમાં થનારા ફડણવીસના મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન કેબિનેટમાં જગ્યા મળી શકે છે.