ભારતે વુમન્સ T-20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચ પોતાના નામે કરી છે. ત્રણ મુકાબલા જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ આજે શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં શ્રીલંકાએ પ્રથમ ટોસ જેતીને બેટિંગ લીધી હતી. ભારતીય બોલર્સના શ્રેષ્ઠ દેખાવને પગલે શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 113 રન જ કરી શકી હતી. ભારતે આસાન સ્કોરને ત્રણ વિકેટ ગુમાવીને 14.3 ઓવરમાં હાંસલ કરી લેતા સાત વિકેટે વિજય થયો હતો. દિપ્તી શર્મા (15) અને જેમીમા રોડ્રિગ્ઝ (15) અણનમ રહ્યા હતા.