પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને UNESCOએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. UNESCOએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને UNESCOની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કરાવવા માટે ભારત લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું હતું. શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો.