રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં પોતાની આગવી અને સ્વતંત્ર કલાસંસ્થા રચવા માટે અવનીન્દ્નનાથ ટાગોર અને નંદલાલ બોઝના નિર્દેશક પણા હેઠળ શરૂ કરવાનું વિચાર્યું તે વર્ષ હતું 1919 ...! "વિશ્વભારતી"ના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત 101 માં વર્ષે કલાપ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત લેફ્ટનન્ટ ડો. સતિષચંદ્ર વ્યાસ "શબ્દ" લિખિત "રવીન્દ્રનાથનો કલાવૈભવ" કલા ગ્રંથ ભાગ -30 આપ સૌના કરકમળમાં મુકતા અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ ......ગુરુદેવ હંમેશા કહેતા કે "લોકો મારા ચિત્રનો અર્થ પૂછતા હોય છે ..હું મૌન રહું છું. મારા ચિત્રની જેમ જ..! મારા ચિત્રો જોવા માટે છે, સમજવા માટે નથી." ગુરુદેવ ટાગોર શાંતિનિકેતનનો નાતો ગુજરાત સાથે અભિન્ન રહ્યો છે .રાષ્ટ્રના અનેક કલાકારો સાહિત્યકારો એ શાંતિનિકેતનમાં દીક્ષા લઈને ભારતભરની યુનિવર્સિટીઓમાં કલા અને સાહિત્ય ના પ્રમુખ વિભાગોમાં બેસીને વૈશ્વિક સ્થાનો પર કામ કરીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.... આ ઉજવણીના અવસરે શાંતિનિકેતન "વિશ્વભારતી" નું ઋણ ઉતારવું એ આપણો પવિત્ર કલાધર્મ બને છે ...ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ અને કલાવિવેચક લેફ્ટનન્ટ ડો. સતિશચંદ્ર વ્યાસ ગુરુદેવ ટાગોરના ખૂબજ ચાહક અને અભ્યાસુ છે બાઉલ થી લઈને અનેક સંપાદનો તેમના હસ્તે આજ સુધીમાં થયા છે... ગુરુદેવ ટાગોરના વિવિધ ભાષાઓમાં લખાયેલા 254 કરતાં પણ સાહિત્ય અને કલાવિષયક પુસ્તકોનો અભ્યાસ કરીને તેના સંદર્ભો, ટાંકણો સાથે ગુરુદેવ ટાગોરનો કલાવૈભવ સાચા અર્થમાં આ કલાગ્રંથમાં સાર્થક થયો છે ..ચિત્રકળાનો પ્રારંભ- કલાપ્રસાર માટેની મથામણ- ચિત્રોમાં નવોન્મેષ- કાવ્ય -ચિત્રનું સાયુજ્ય -ચિત્રોનું વિશ્લેષણ- કલાનું સૌંદર્ય- ટાગોર અને વિસંવાદિતા- શાંતિનિકેતનમાં ઉજવાતા ઉત્સવો- રવિન્દ્ર સંગીત -રવીન્દ્રનાથનો નાટયવૈભવ- ટાગોરનો કલાવૈભવ સાથે ...સમગ્ર જીવન દરમિયાન ગુરુદેવ ટાગોરે કરેલા 3000 જેટલા ચિત્રોની રૂપરેખા.. ચિત્રોની સામગ્રી તેના માધ્યમ... રંગોની પસંદગી તેના માધ્યમ પર ખૂબ ચીવટપૂર્વકની નોંધ સાથે શાંતિનિકેતનના સ્થાપત્યો નું મજબૂત દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે 296 પેજના આ કલાગ્રંથમાં દરેક પાને -પાને ગુરુદેવ ટાગોરનો કલાવૈભવ છલકાઈ ઉઠ્યો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકારો પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ (વડોદરા)ચિત્રકાર કનુ પટેલ (વિદ્યાનગર) સાહિત્યસર્જક શ્રી સુભાષ ભટ્ટ (ભાવનગર) રજનીકુમાર પંડ્યા (અમદાવાદ) હરેશ ધોળકિયા (ભુજ) ભદ્રાયુ વછરાજાની (રાજકોટ) નિસર્ગ આહિરે (અમદાવાદ) શાંતિનિકેતન અને ગુરુદેવ ટાગોરના વિચારોને શબ્દ દેહ આપીને ગુજરાતના કલા- સાહિત્યના ઇતિહાસને ઉજાગર કર્યો છે... શાંતિનિકેતનના વિદ્યાર્થી અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રીકાંતીસેન શ્રોફ (પૂ.બાપુજી)એ આ ઉજવણી પ્રસંગે જીવનનો અલૌકિક આનંદ સાથે રાજીપો વ્યક્ત કર્યો છે... ગુજરાતના પૂર્વ સનદી અધિકારી શ્રી વસંત ગઢવી સાહેબ (ગાંધીનગર) અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર સાહેબે કલા પ્રતિષ્ઠાનની કલા પ્રવૃત્તિને પ્રમાણી અભિનંદન પાઠવીને ધન્યતા અનુભવી છે...