સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે એસસી-એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ (ક્વોટાની અંદર ક્વોટા) ની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના સાત જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-વર્ગીકરણ કરી શકાય છે.