જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાની ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ રાજ્ય પ્રશાસને અમરનાથ યાત્રીઓ અને કાશ્મીરમાં ફરવા આવેલા સહેલાણીઓ માટે એક એડવાઇઝરી જારી કરી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ કાશ્મીરમાં રોકાઈ જવાના તેમના પ્લાનને પડતો મૂકે અને જેટલું બને એટલી ઝડપથી આ રાજ્યને છોડી દે. જોકે આ એડવાઇઝરીના પગલે કાશ્મીરના લોકોમાં એ ડર પેસી ગયો છે કે કેન્દ્ર સરકાર કંઈક મોટું પગલું ભરવાની ફિરાકમાં છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ ૩૫-એ અને આર્ટિકલ ૩૭૦ને રદ કરવામાં આવશે એવી અફવાનું બજાર ગરમ છે, જોકે આવી અફવાઓને કેન્દ્ર સરકારે રદીયો આપ્યો છે.