વિશ્વભરના શ્રમિકોને સામાજિક અને આર્થિક ન્યાય મળે તે માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)એ ભારત સરકારના નવા શ્રમ કાયદાના મુસદ્દાની ટીકા કરીને તેની જોગવાઇઓ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. ભારત સરકારે આ નવ નિયમોના મુસદ્દા પર શનિવાર સુધીમાં સૂચનો માગ્યાં હતાં. સરકાર હવે નિયમોના મુસદ્દા પર લોકો તરફથી મળેલા સૂચનો અંગે ચર્ચા કરશે અને તે પછી જ નવો કાયદો ઘડી કાઢીને અમલમાં મૂકવામાં આવશે. આઇઓએલે ‘ડિસ્કશન પેપર : વેજ કોડ એન્ડ રુલ્સ’ વિષયે એક ચર્ચા પત્ર જારી કર્યું છે. તેમાં શ્રમિકોની મજૂરી કઇ રીતે નક્કી થવી જોઇએ અને કઇ રીતે તેની સમીક્ષા કરવી જોઇએ તે વાતને સમજાવવા પ્રયાસ થયો છે. સ્થાનિક શ્રમિકો માટે તેનો જે રીતે અમલ થાય છે તેની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.