રાજ્યમાં એનેકવાર શાળાથી માંડીને સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ ભાવનગરની તળાજાની નેસવડ પ્રાથમિક શાળામાં તો પરીક્ષાના પ્રશ્નપત્રો જ ચોરી થઇ ગયાની ફરિયાદ થઇ છે. ધોરણ 6, 7, 8 ના પરીક્ષા પેપર સ્કૂલમાંથી ચોરાયા છે. જેના કારણે, રાજ્યભરમાં ધો 7ની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે. ધોરણ સાતના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે. તારીખ 22 અને 23 એપ્રિલે લેવાનાર વાર્ષિક પરીક્ષાના પેપર રદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભાવનગર પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ આવી ચોંકાવનારી ઘટના બની છે.