ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજ (બુધવાર)થી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ ગુજરાતનું 2020-21ના વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. જો કે આ પહેલાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં રાજ્યમાં ખેડૂતોએ વર્ષ 2019માં કરેલા વાવેતર વિસ્તારના અંદાજો માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી આંકડા મેળવવા માટે એમનેક્ષ ટેકનોલોજી પ્રા.લિ.ને રૂ.10 કરોડ 65 લાખ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યના જિલ્લામાં સૌથી વધુ જામનગર જિલ્લાના સર્વે માટે રૂ. 2 કરોડ 61 લાખ 16 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.