ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ચાર દેશોના નેતાઓની પ્રથમ ક્વાડ શિખર બેઠક (QUAD Summit)વર્ચ્યુઅલ માધ્યમથી થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનને ચીનની વધતી સૈન્ય શક્તિ અને આર્થિક શક્તિને સંતુલિત કરવાના પ્રયત્નોના રુપમાં પણ જોવામાં આવી રહી છે.
ક્વાડને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે પોતાના લોકતાંત્રિક મૂલ્યો, સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ભારત-પ્રશાંત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાથી એકજુટ છે. આજનો આપણો એજન્ડા-વેક્સીન, જલવાયું પરિવર્તન અને ઉભરતા પ્રોદ્યોગિકીઓ જેવા ક્ષેત્રોને કવર કરવાનું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું આ સકારાત્મક દ્રષ્ટીથી ભારતના વસુધૈવ કુટુમ્બકમના પ્રાચીન દર્શન વિસ્તારના રૂપમાં જોવું છું, જે દુનિયાને એક પરિવાર માને છે. આપણે પોતાના ભેગા મૂલ્યોને આગળ વધારવા અને એક સુરક્ષિત સ્થિત અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિકને પ્રોત્સાહન આપવા માટે પહેલા કરતા વધારે સાથે મળીને કામ કરીશું.
QUAD સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની વધતી તાકાતની પ્રશંસા કરી હતી. બાઇડને કહ્યું કે ક્વોડના સદસ્ય દેશ કોરોના વાયરસ વેક્સીન નિર્માણ માટે પોતાનો આપસી સહયોગ વધારશે.