કતારમાં ગયા વર્ષે ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને 27 ઓક્ટોબર, 2023 ના રોજ કતારની કોર્ટે ફાંસીની સજા આપી હતી. જેમાં ભારતે આ નિર્ણય વિરદ્ધ અપીલ કરી હતી. જેમાં હવે સુત્રો પરથી માહિતી મળી રહી છે કે, કતાર કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી છે અને આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ અપીલ દાખલ કરવામાં આવી હતી.