ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ રિયો ઓલિમ્પિકની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેતાં સ્પેનની કારોલીના મરીનને ૨૧-૧૯, ૨૧-૧૬થી હરાવીને ઈન્ડિયન ઓપન સુપર સિરિઝ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. નવી દિલ્હીમાં રમાયેલી ફાઈનલમાં ભારતીય બેડમિંટન સ્ટારે આક્રમક દેખાવ કરતાં મરીન સામે કારકિર્દીની ચોથી મેચ જીતી હતી અને સાતમું આંતરરાષ્ટ્રીય ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. ઈન્ડિયન ઓપન સુપરસિરિઝ જીતવાની સાથે વર્લ્ડ રેન્કિંગમાં પાંચમો ક્રમાંક ધરાવતી સિંધુના ક્રમાંકમાં પણ સુધારો થશે.