રશિયાએ યુક્રેનના ચાર હિસ્સાને તેની સાથે મેળવવાની કવાયત શરુ કરવા સાથે તેમા વિક્ષેપ પાડનારા પશ્ચિમને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયાએ યુદ્ધને અંતિમ ચરણમાં લઈ જવાના ભાગરુપે ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને તૈયાર રહેવાનો પણ આદેશ આપ્યો છે. રશિયા યુક્રેનના જીતેલા વિસ્તારોમાં જનમત સંગ્રહ શરુ કરાવવા જઈ રહ્યુ છે. આ વિસ્તારોમાં રહેનારાઓ ૨૩થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાનતેમનો વોટ નાખી શકશે. રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાત મહિનાથી યુદ્ધ ચાલુ છે.