ભારત હવે ડિજિટલ ઈન્ડિયા તરફ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. યુપીઆઈની સાથે ભારતમાં ડિજિટલ ક્રાંતિના સૌથી મોટા સાધન તરીકે ફાસ્ટેગને પણ જોવામાં આવે છે અને 2022ના વર્ષે ફાસ્ટેગ કલેક્શનના આંકડા તેની હાજરી પુરાવે છે.
ફાસ્ટેગ દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાત 2022માં રૂ. 50,855 કરોડને સ્પર્શી ગઈ હતી. આ આંકડો અત્યાર સુધીનો સૌથી ઉંચો વાર્ષિક આંકડો છે અને 2021 કરતાં 46 ટકા વધુ છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર અગાઉના વર્ષમાં ઈલેક્ટ્રોનિક ટોલ વસૂલાત રૂ. 34,778 કરોડ હતી.