છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા હતા. આજથી નાફેડ દ્વારા રાજ્યની ત્રણ એપીએમસી ગોંડલ, પોરબંદર અને મહુવામાં ડુંગળીની ખરીદી કરવામાં આવશે. નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવશે જે સમાચાર મળતા મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાની ડુંગળી લઈ માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. સામાન્ય દિવસો કરતા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક જોવા મળી હતી. નાફેડના અધિકારીઓ ખરીદી કરવા આવવાના હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ડુંગળી લઈને યાર્ડ પહોંચ્યા હતા.