ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદથી ભીંજાયા છે. કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે. ખેતરમાં ઉભો પાક અને યાર્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. જેથી 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને પગલે આ નિર્ણય લેવાયો છે. ત્યારે આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં મગફળીની ખરીદી નહિ કરવામાં આવે. 10, 11 અને 12 ડિસેમ્બરે મગફળી ખરીદી નહિ થાય.