સંરક્ષણ મંત્રાલય નેવીના જહાજો માટે લગભગ ૩૦૦ કીલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવતા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિઝાઇલના પુરવઠા માટે ગુરુવારે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (બીએપીએલ)ની સાથે રૂ. ૧૭૦૦ કરોડ રૂપિયાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં.બેવડી ભૂમિકા ધરાવતી આ મિસાઇલોના આગમનથી નેવીની પરિચાલન ક્ષમતામાં વધારો થશે.