પંજાબની સિનેજગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી મોતથી જિંદગીની જંગ લડી રહેલા પંજાબી સિંગર સુરિન્દર શિંદાનું નિધન થઈ ગયુ છે. સુરિન્દર શિંદાએ 64 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. સુરિન્દર શિંદાના નિધનથી પંજાબી સિનેવર્લ્ડમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અનેક સેલેબ્સની સાથે-સાથે ચાહકો પણ તેમને યાદ કરતા સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુરિન્દર શિંદાએ લુધિયાનાના ડીએમસીએચ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.