પંજાબમાં જાણીતા સિંગર સિધ્ધુની હત્યા કરનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના ત્રણ શાર્પશૂટર કચ્છના મુંદ્રા નજીક બારોઈ ગામમાંથી ઝડપી લેવાયા છે. દિલ્હી સ્પેશિયલ ટાસ્ટ ફોર્સે કચ્છ પોલીસની મદદ લઈને સિંગર સિધ્ધુ મુસેવાલા ઉપર ગોળી છોડનાર મુળ હરિયાણાના પ્રિયવર્ત ઉર્ફે ફૌજી અને કશિષ ઉપરાંત તેમને મદદ કરનાર પંજાબના કેશવકુમાર નામના સાગરિતને ઝડપી લીધા છે. બિશ્રોઈ ગેંગના ત્રણેય શખ્શોએ કચ્છમાં કામની તલાશમાં આવ્યા હતા અને રૃમ ભાડે રાખીને રહેતા હતા તેવી કેફિયત આપી છે. ઉલ્લેખનિય છે કે, ગત તા. ૧૩ના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પશૂટર સંતોષ જાધવ અને સાગરિતને કચ્છના માંડવીથી પૂણે પોલીસ દ્વારા ઝડપી લેવાયાં હતાં.