પોલીસની બર્બરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પંજાબ પોલીસ દ્વારા એક મહિલાને સરકારી જીપની ઉપર બાંધીને ગામ આખામાં ફેરવવામાં આવી હતી. અહેવાલ અનુસાર પંજાબના અમૃતસર જિલ્લામાં સ્થાનિક પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ બાબતે લોકોને પાઠ ભણાવવા માટે પંજાબ પોલીસ દ્વારા આ વ્યક્તિની પત્નિને જીપની ઉપર બાંધી દેવાઈ હતી. મહિલા જીપ ઉપરથી નીચે પડતાં લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.