પંજાબના નવનિયુકત મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ રાજ્યના વીજળીના ગ્રાહકોને આજે મોટી ભેટ આપી હતી. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો અંગેની જાહેરાત કરતા મુખ્યમંત્રી ચન્નીે કહ્યું હતું કે રાજ્યમાં ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં જે લોકોના વીજળીના બિલો બાકી છે તેઓના બાકી બિલોની તમામ રકમ માફ કરી દેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી અંદાજે ૫૩ લાખ પરિવારોને લાભ થશે. તે સાથે જે લોકોના કનેક્શન બીલ નહી ભરી શકવાના કારણે કપાઇ ગયા છે તેઓના બાકી લ્હેણાની રકમ પણ રાજ્ય સરકાર ભરશે અને તેઓના કનેક્શન ફરીથી ચાલુ કરી દેવાશે.