ખેડૂતોની ફરિયાદોનું હંમેશા માટે સૌહાદપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પંજાબ અને હરિયાણા સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે શંભુ સરહદેથી ટ્રેકટર અને ટ્રોલીઓ ખસેડવા માટે દેખાવો કરી રહેલા ખેડૂતોને સમજાવે.