ઉત્તર ભારતીય રાજ્ય હજુ પણ કાતિલ ઠંડીની લપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન 1 ડિગ્રી સુધી ઘટી શકે છે. જોકે, IMDએ રાહતના સમાચાર પણ આપ્યા છે. 19 જાન્યુઆરીથી ઉત્તરના રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની સંભાવના છે. તેની પાછળનું મોટું કારણ 18 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ બે સંભવિત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભારે ઠંડીનું જોર યથાવત છે.