કેન્દ્રએ પંજાબ સરકાર પર ખાનગી હોસ્પિટલોને ઉંચી કિંમતો પર કોવેક્સીન વેચવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ બીજાને જ્ઞાન આપવાના બદલે પોતાના (કોંગ્રેસ) રાજ્યની સંભાળ રાખવી જોઈએ. પંજાબ સરકારને કોવેક્સીનના 1.40 લાખથી વધારે ડોઝ 400 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યા છે અને તેમણે 20 ખાનગી હોસ્પિટલોને 1000 રૂપિયામાં વેચી દીધા છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે પંજાબ કોરોનાથી પ્રભાવિત છે. વેક્સીનનું યોગ્ય રીતે મેનેજમેન્ટ થતું નથી. છેલ્લા 6 મહિનાથી તેમની અંદરો અંદર લડાઇ ચાલી રહી છે. પૂરી પંજાબ સરકાર અને પાર્ટી 3-4 દિવસથી દિલ્હીમાં છે, પંજાબને કોણ જોશે? પોતાની અંદરની રાજનીતિ માટે પંજાબના લોકોની અનદેખી કરવી કોંગ્રેસનું મોટું પાપ છે.