પંજાબના મોહાલી ખાતે એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 60 જેટલી વિદ્યાર્થીનીઓના હોસ્ટેલમાં સ્નાન કરતા સમયના વીડિયો લીક કરનારી વિદ્યાર્થીનીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી યુવતી એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીનીઓના આ પ્રકારના અંગત વીડિયો વાયરલ થયા બાદ શનિવાર સાંજથી જ હોસ્ટેલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. જોકે આજ રોજ પોલીસે કથિત રીતે વીડિયો ઉતારીને તેને લીક કરનારી વિદ્યાર્થીનીની ધરપકડ કરી ત્યાર બાદ પ્રદર્શનોનો અંત આવ્યો છે.