કોરોના વાઈરસના સંકટના કારણે દેશમાં લાગૂ બીજા તબક્કાનું લૉકડાઉન 3-મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિહે રાજ્યમાં લોકડાઉનની મુદ્દત 3 મે બાદ વધુ બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ પંજાબની જનતાને સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે સંપૂર્ણ અને સખ્ત લૉકડાઉન યથાવત રહેશે. જોકે, ગુરૂવારથી દરરોજ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી કેટલીક છૂટ આપવામાં આવશે. આ સિવાય કેટલાક ખાસ વિસ્તારોમાં કેટલીક દુકાનોને દરરોજ સવારે 4 કલાક સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં માત્ર 50 ટકા કર્મચારીઓ જ હાજર રહેશે.