પંજાબમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.ચન્નીએ ગુરુવારે રાજ્યમાં ખેડૂતો (જેમણે કૃષિ બિલનો વિરોધ કર્યો હતો) સામે નોંધાયેલ તમામ FIR ને રદ કરવા તેમજ હાલની લોન માફી યોજના હેઠળ રૂ. 1,200 કરોડની રકમની રૂ. 2 લાખ સુધીની લોન માફી મંજૂર કરવાની હાકલ કરી હતી.