ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર કોઈના કોઈ હલચલ ચાલતી રહે છે. હવે પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. BSF ના જવાનોએ ડ્રોનને તોડી પાડી પિસ્તોલ કબજે કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન, ડ્રોનની સાથે એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટ સાથે એક નાની પ્લાસ્ટિક ટોર્ચ સાથે મેટલની વીંટી પણ જોડાયેલી મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને 7 ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલ આ ડ્રોન ચીનની બનાવટનું હતું તેવું સામે આવ્યું છે.