પંજાબમાં પંચાયત ચૂંટણી 2024 પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે પાર્ટીની ટોચની નેતાગીરીએ હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, જાખડ કેટલાક દિવસોથી પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાંથી ગાયબ છે. સાથે જ તેમણે પોતાના રાજીનામા અંગે પણ કંઈ કહ્યું નથી.