કડકડતી શિયાળાની વચ્ચે પંજાબમાં ઉત્તેજના વધી ગઈ છે. નવા વર્ષની શરૂઆત પહેલા ખેડૂતોએ પંજાબ બંધનું એલાન આપ્યું છે. MSP સહિત 13 માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોએ નેશનલ હાઈવે પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. પંજાબ અને ચંદીગઢ સહિત ઘણી યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબના તમામ જિલ્લાઓમાં પોલીસ પણ હાઈ એલર્ટ પર છે.