પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો આદેશ આપ્યો છે. આ આદેશ 1 ડિસેમ્બરથી પ્રભાવી થશે. તેની સાથે જ કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવા પર 1000 રૂપિયા દંડની જોગવાઈ રાખવામાં આવી છે. 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્નસ્થળ રાત્રે 9:30 વાગ્યાથી બંધ થઈ જશે. 15 ડિસેમ્બરે આ પ્રતિબંધો અંગે સમીક્ષા કરવામાં આવશે.