ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ૩૧મી ઓગસ્ટ સુધી મંજૂર કરાયેલા લોન મોરેટોરિયમમાં વ્યાજ માફીની માગ કરતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે લોનધારકોને વચગાળાની રાહત આપી હતી. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, બેન્કોએ બે મહિના માટે લોનધારકોના ખાતાઓને એનપીએ જાહેર કરવા જોઇએ નહીં અને બેન્કોએ લોનધારકો સામે દંડાત્મક પગલાં લેવાં નહીં. જોકે બેન્કો દ્વારા કરાયેલી રજૂઆતને રેકોર્ડમાં લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૩૧મી ઓગસ્ટ સુધી એનપીએ જાહેર નહીં થયેલા લોનના ખાતાઓને બેન્કોએ વધુ આદેશ ન અપાય ત્યાં સુધી એનપીએ જાહેર કરવા નહીં.