સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) આજે કચ્છમાં છે. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓએ સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
સરપંચ સાથેના સંવાદમાં તેઓએ કહ્યું કે, સરહદ પર મા આશાપુરાનો આર્શીવાદ રહ્યો છે, આપણી સીમા તેમના આર્શીવાદથી સુરક્ષિત રહી છે. આજથી ગુજરાતમાં દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. વિકાસના રસ્તે નવા વર્ષે આગળ વધીએ. વર્ષો બાદ હુ કચ્છમાં આવ્યો છું. ભૂતકાળને વાગોળીએ તો ભયાનક ભૂકંપની યાદ આવે છે. ભૂકંપના બીજા જ દિવસે હું પહોંચ્યો હતો, ભયાનક નજારો હતો એ સમયે. બધુ ધ્વસ્ત હતુ, ક્યાંય અખંડિત ન હતુ. વિનાશનું તાંડવ આ જ વિસ્તારમાં જોવા મળ્યું હતું. બધા કહેતા કે હવે ભૂજ ક્યારેય બેઠુ નહિ થાય. પરંતુ ગઈકાલથી કચ્છનું નવુ સ્વરૂપ જોઈને સંતોષ થાય છે. ફરીથી એકવાર લોકોએ પોતાના ઘરને આલિશાન બનાવ્યા છે. પહેલા ભૂજમાં પનિશમેન્ટ પોસ્ટીંગ થતુ હતું, પણ આજે ભૂજ આવવા ઓફિસમાં લાઈન લાગે છે. આજે ખાવડા સુધી નીર પહોંચી ગયા છે.