ભારત સરકાર ડેટા લીક મામલે ટૂંક સમયમાં જ નવો નિયમ લાવી રહી છે. જે અનુસાર આવનારાં દિવસોમાં ડેટા લીક કરનારા કે પછી યુઝરની મંજૂરી વગર ડેટા શેર કરનારાંઓને પાંચથી સાત વર્ષની સજા અને દંડની સજા કરવામાં આવશે. ડેટા પ્રોટેક્શન એક્ટનો ડ્રાફ્ટ 15 મે પહેલાં બનીને તૈયાર થઈ જશે.