અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન થી જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના સાક્ષી કિરણ ગોસાવીની પુણે પોલિસે અટકાયત કરી છે. કેટલાય દિવસોથી ફરાર રહેલા ગોસાવી વિરુદ્ધ અલગ-અલગ પોલિસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે. પુણે પોલિસે ગોસાવીની કસ્ટડીની પુષ્ટિ કરી. પુણે પોલિસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું કે, ડ્રગ્સ-ઓન-ક્રૂઝ મામલે એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની અટકાયત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલાં ગોસાવીએ દાવો કર્યો હતો કે તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત મડિયાંવ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે.