પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીની વિરુદ્ધમાં મુખ્યમંત્રી વી. નારાયણસામી તેમજ તેમના મંત્રીમંડળના સભ્યો રાજભવનની બહાર ધરણા ઉપર બેઠા છે. મુખ્યમંત્રીની માગ છે કે, ચોખાની મફત વહેંચણી સહિતની 39 યોજનાઓના સરકારી પ્રસ્તાવોને ઉપરાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવે. કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યો પણ રાજભવનની બહાર પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યા છે. મહત્વનું છે કે, રાજભવનએ ઉપરાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન છે.
આરોપ લગાવવામાં આવ્યા છે કે, વિવિધ બાબતો પર ઉપરાજ્યપાલની સ્વીકૃતિ માટે મોકલવામાં આવેલી ફાઈલોને નકારવામાં આવી રહી છે. તેમના નકારાત્મક વલણના વિરોધમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યો કાળા રંગના કપડા પહેરીને રાજભવનની બહાર જ ધરણા ઉપર બેસી ગયા છે.