નવી દિલ્હીમાં જ્યાં એક તરફ 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યાં બીજી તરફ વિશાળ રાષ્ટ્રધ્વજનું આવું અપમાન થઈ રહ્યું હતું. સોશ્યલ મીડિયામાં વાયરલ તસવીરમાં પડદા તરીકે લગાવાયેલા રાષ્ટ્રધ્વજની પાછળ લોકો પેશાબ કરી રહેલા નજરે પડે છે. સ્વચ્છ ભારતની ગુલબાંગો થાય છે પણ જાહેરકાર્યક્રમના સ્થળે સુવિધાના અભાવ હશે કે કેમ તે પણ એક સવાલ છે.