જાહેર ક્ષેત્રની બેન્કો મુડી બજારમાંથી રૂ. ૩૫,૦૦૦ કરોડ ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. આઠ બેન્કોએ આ માટે બોર્ડ પાસેથી મંજૂરી મેળવી લીધી છે. અન્ય પાંચ બેન્કોએ આ માટે બોર્ડ મિટિંગ બોલાવી છે. બજાર સાથે સંકળાયેલા વર્ગ તેમ જ એનાલિસ્ટોનું માનવું છે કે જો બેન્કોની બેડ લોન્સની સ્થિતિ તેમ જ નાણાકીય કામગીરીમાં સુધારો નહીં થાય તો રોકાણકારો બેન્કોમાં રોકાણ નહીં કરે.