કચ્છમાં મોખાણા ગામમાં ખેડૂત પર બંદૂક તાકનારા PSI કે.ડી.બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરાયા. PGVCL કંપનીના દરોડામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, ત્યારે PSIએ બંદૂક તાકી હતી. આ બનાવનો વીડીયો વાયરલ થતા મુદ્દો ગરમાયો હતો. આહિર સમાજે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માગ કરતી રેલી કાઢી હતી, જેના પગલે ખાતાકીય તપાસ સોંપાઈ હતી. જેમાં કસુરવાર ઠરતા PSIને સસ્પેન્ડ કરાયા હતા.