ગુજરાતમાં પોલીસ ઈન્સ્પેકટર અને સબ ઈન્સ્પેકટરની બદલી એક ઝોનને અડીને આવેલા બીજા ઝોનને બદલે અન્ય ઝોનમાં બદલી કરવાના વાયરલ થયેલા પરિપત્રના કેટલાય દિવસો બાદ, આખરે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે સ્પષ્ટતા કરી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે, PSI અને PIની બદલીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો પરિપત્ર વાયરલ થયો હતો. આ પરિપત્ર વાયરલ થયાના કેટલાય દિવસો બાદ, આજે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.