પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે ન્યાયની માંગણી સાથે તેમના પત્ની ડિમ્પલ રાઠોડે આપઘાત કરવાની ચીમકી આપી છે. અઠવાડિયા પહેલા ડિમ્પલ રાઠોડે આ મામલે ન્યાયની માંગણી સાથે ચીમકી ઉચ્ચારી હતી કે ન્યાય નહીં મળે તો સચિવાયલ ખાતે જઈને આપઘાત કરી લેશે. ડિમ્પલ રાઠોડની ચીમકીના પગલે તેના ઘરે મહિલા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિવારના લોકો કહી રહ્યા છે કે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છતાં ડીવાયએસપી એન.પી.પટેલની ધરપકડ કરવામાં આવી નથી. ડિમ્પલ રાઠોડ આજે સચિવાલય જવાના હોવાથી ઘર બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો છે. જોકે, મળતી માહિતી પ્રમાણે આત્મવિલોપનની ચીમકીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. આજે(સોમવારે) તેઓ ગૃહમંત્રી પ્રદીપસિંહને મળીને આવેદન આપશે. પીએઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીનું એવું કહેવું છે કે સરકાર અમારું કશું સાંભળતી નથી. દાવો કર્યો કે છેલ્લા પાંચ મહિનામાં તે તમામ કચેરી અને નેતાઓની ઓફિસે ધક્કા ખાઈ ચુકી છે પરંતુ કોઈએ તેને યોગ્ય પ્રત્યુતર આપ્યો નથી