ફી નિયમન મુદ્દે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતી દ્વારા અમદાવાદ ઝોનની 238 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે. જે પૈકી 116 શાળાની કામચલાઉ ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 57 જેટલી શાળાઓએ તેમની ફીમાં અંદાજે 40 હજાર સુધીનો ઘટાડો કર્યો છે. અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિ દ્વારા જે 116 શાળાઓની કામચલાઉ ફી ઘટાડાઇ છે, તેમાં અમદાવાદ શહેરની 14 શાળાઓ. અમદાવાદ ગ્રામ્યની 28 શાળાઓ. ગાંધીનગરની 28 શાળાઓ. સાબરકાંઠાની 5 શાળાઓ. બનાસકાંઠાની 9 શાળાઓ. પાટણની 4 શાળાઓ. મહેસાણાની 6 શાળાઓ. કચ્છની 21 શાળાઓ અને બોટાદની એક શાળાનો સમાવેશ થાય છે. જે સ્કૂલોને વાંધો હશે તેની રજૂઆતો સાંભળ્યા બાદ 4 સપ્તાહ બાદ ફી નિયમન સમિતિ આખરી ફી નક્કી કરશે.