દિલ્હીમાં ચૂંટણી વચ્ચે આપના વડા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે હરિયાણાની ભાજપ સરકાર યમુના નદીમાં ઝેર ભેળવીને દિલ્હીના લોકોનો જીવ જોખમમાં મુકી રહી છે. કેજરીવાલના આ દાવાને લઇને ભાજપ-કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરતા હાલ પંચે આપવડા પાસેથી જવાબ માગ્યો છે અને દાવાના પુરાવા આપવા કહ્યું છે.